ભાર વિનાનું ભણતર મળે જો
કોઇ નિશાળે ગણતર મળે જો
ભીંત ક્યાં માંગુ રેતી સિમેન્ટની
પ્રેમનું ક્યાંક ચણતર મળે જો
ખાશુ ગોળી અમે પ્રેમમાં પણ
લાગણી જેવુ બખ્તર મળે જો
જાણતલ જોશીને જઈ પુછો કે
જાતમાં મારી નડતર મળે જો
કોઈ રાવણ નહિ અવતરે અહિં
ઘરમાં શ્રીરામ મંતર મળે જો...
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment