Tuesday, 20 December 2016

बे रचना

   || રણધીર શિવો ચડે ||
            રચના - ચમન ગજ્જર

            ( છંદ - હરીગીત )
અવરંગ દઈ બૌ આંચકા ધર હિન્દુઆં ધમરોળીયો,,
મંદિર પાડી માલ લુંટ્યા દેવ પણ દાબી દીયો,
હાકલ હતી હિન્દવાણ માં પૃથ્વી પતી પગમાં પડે,
તલવાર તાણી તે વખત રણધીર શિવો રણ ચડે.

ત્રિકમા મોઢે વાખ્ય તાળાં દેવ શંકર ડુલીયો,
ગણપંત ગરીયો ગોત ગુફા ભાન ઈન્દર ભુલીયો,
ધુપેલ ભુખ્યાં ધખ્યાં નઈ કાં કાળ થઈ કરવા કડે ?
તલવાર તાણી તે વખત રણધીર શીવો રણ ચડે.

અવળું પડે અમ એક પગલું ડણક કર ડારો દીયો,
કરતક કરી જો એક કુડુ તો નરક માં નાંખી દીયો,
તપીયો નતો કાં ત્રિકમા (જેદી) તાવ માંડ્યો તરકડે,
તલવાર તાણી તે વખત રણધીર શિવો રણ ચડે.

ભણીયેલ ભ્રામણ વેદ વાણી ભેદ સબ પાનાં ભરી,
વરણેલ વ્યાસે વાત વગતે અગમ કવિતા ઉચરી,
હુતી ન રજવટ રીત ધર પર (તો) જાત જ્વાળા માં જળે,
તલવાર તાણી તે વખત રણધીર શિવો રણ ચડે.

કલબલી ભાષા કાતરા દાઢી તણા મુંછ્યું નથી,
ભેંકાર અવરંગ ભુત સરખો કેમ વરણન કઉં કથી,
વેતરણ ધારે કંઈક વટલ્યા હિન્દુઆ દિલ હડહડે,
તલવાર તાણી તે વખત રણધીર શિવો રણ ચડે.

              [ ચમન ગજ્જર ]

તલવાર તાણી તે વખત રણધીર શિવો રણ ચડે'

આ રચના થોડા સમય પહેલાં લખાઈ. અમેં મિત્રો ચર્ચા કરતા હતા.
આજે કવીઓ આલતુ ફાલતુ લખી નાંખે છે.
મેઘાણી એમ કહેતા કે, દેશની જનતા ભુખે મરતી હોય, ત્રાસવાદ થી ત્રાય થઈ ગઈ હોય, ત્યારે પ્રકૃતી અને પ્રણય ની કવિતા માં રચ્યા રહેવું એ કવી કર્મ નથી.
ભારત પર વિધર્મી અને વિદેશીઓના પ્રહાર ને કેમ કદી કવિતા માં સ્થાન મળતું નથી ?
મામદ બિન કાસીમ, બખ્તીયાર અલી, અલાઉદીન ખીલજી અને ઔરંગજેબ નાં ત્રાસદાયક કૃત્યો કાં નજરે નથી આવતાં.
આજના કવીઓને ભડકે બળતા તક્ષશીલા અને નાલંદા ના ગ્રંથ ભંડારો કે જેમાં ભારતના અમુલ્ય ગ્રંથો નાશ પામ્યા
એ વિધર્મીઓ એ લગાવેલી આગના ભડકા કાં દેખાતા નથી ??
એ જુલ્મો સિતમ ની સામે લડીને ગુરૂ તેગબહાદુર અને ગોવીંદસિંહના પુત્રોની કુરબાની કાં દેખાતી નથી ?
દાદરી કાંડ માં એવોર્ડ પાછા આપનાર કવીઓ, બંગાલમાં હિન્દુઓ પર કત્લે આમ ચાલે ત્યારે ચુપ કેમ ?
આવા તો અનેક મુદ્દા ઉપર ચર્ચા કરી,
એ વખતે આ રચના લખેલી.

No comments:

Post a Comment