##વૃક્ષની વ્યથા##
ઉંગી નીકળ્યા છે રેતી કપચી ને સિમેન્ટ ના વૃક્ષો,
નિકંદન વળ્યું છે મારા અસ્તિત્વનુ;
આ ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારતો ના રાક્ષસે.
માઝા મૂકી છે બેફામ,
ને થાય છે અમારું કતલ સરેઆમ,
આધુનિકતાની આડમાં મારા અંગોને છેદે,
મારા સમૂહને એક એક કરી મારે,
હું હવે એક સ્ટેન્ડ બન્યું છું,
પાટિયા લાગ્યા છે છાતીએ
પ્લમ્બરના ; ને ઠોક્યું ડાકખાનાનું બોક્સ.
હવે માત્ર કંકાળ જ છે મારું .
પાસે ઉભેલું પેલું ઇમારત હસે છે મારા પર,
એની બારીના અરીસામાં મેં મારું પ્રતિબિંબ જોયું.
હું રડું ય શું હવે? કોના માટે?
પોતે જે ડાળ પર બેઠો આ માનવી ,એજ ડાળને કાપે!
ને પ્રકૃતિ નું કરી અપમાન,
વિનાશ નોતરે .
હાહાકાર છે ચૌ તરફ ,
ને છે ગંદકી ના ગોદામ,
પ્રદુષણથી ખાદબદીયો આ સંસાર દરિયો,
તોય આ માનવી.....મને..
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment