Tuesday, 20 December 2016

अछांदस

#મને વેદના નામ આપી દે#

મને વેદના નામ આપી દે
શું છે મારી પાસે?
અંધારી રાત ,અંધકાર,
વણઉકેલ્યા સવાલો
અને સવાલોમાં ગૂંચવણ,
સાચું કહું ,જાનુ!,
મને વેદના નામ આપી દે.
હું રડવા માંગુ છું ;
આસુંથી નહીં ખૂનથી,
એક એક ટીપામાં દર્દ જ દર્દ.
મને પ્રેમ થઈ ગયો છે, હા! વેદના સાથે,
માટે, જાનું !
મને વેદના નામ આપી દે.
કદાચ ભૂલથી સારું બોલાઈ જાય ;
બાકી બાણ જ છૂટે છે મુખેથી,
સહનશક્તિની હદ થઈ ગઇ હવે,
હું મારી જાતને ભૂલી ગયો છું,
જાનુ !
મને વેદના નામ આપી દે.
હું ગૂંગળાઉં છું, તડપું છું,
એક દિવસનું નથી આ તો રોજ નું લાગ્યું છે,
રડતી આખે મુસ્કુરાઉં છું
આસું વહે તે પહેલા,જાનુ !
મને વેદના નામ આપીદે.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment