છંદ : ગાલગા લગાગાગા ગાલગા લગાગાગા
શાખ ઝાડની જો સૂકાય જાય તો યે શું?
છીપમાં જ મોતી વીલાય જાય તો યે શું?
કેટલીક ઈચ્છાઓ મારતાં મળે જીવા,
ને મહીં જ થોડું ખોવાય જાય તો યે શું?
રાખ ના હવે તું રંજીશ જિંદગીથી આ,
હોઠ જો પછી બીડાય જાય તો યે શું?
જિંદગી મળી છે એને જરાક જીવી લે તું,
આગમાં પછી જો ફૂંકાય જાય તો યે શું?
ને વહે 'અકલ્પિત' એ રાખ આજ ગંગામાં,
બાદ મૃત્યુ પાપો ધોવાય જાય તો યે શું?
- ભાવિન દેસાઈ 'અકલ્પિત'
Tuesday, 13 December 2016
ગઝલ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment