Tuesday, 13 December 2016

ગઝલ

જો મને હવે કેવા રૂપ રંગ દેખાડું.
સાથ આવ મારી તો હું ઉમંગ દેખાડું.

ખોજતો રહ્યો વરસો વર્ષ જે હું વેરાને
ઝાલ હાથમાં પીંછી ચિત્ર સળંગ દેખાડું.

પ્રેમથી રહ્યો વંચિત,આજ સાથ છે તારો,
આ શુષ્ક હૃદયમાં ઉમટ્યાં તરંગ દેખાડું.

છે જગત અચંબામાં જોઈ આ અજ્ઞાનીને,
સૌ સગાં વહાલાનો એક જંગ દેખાડું.

સુખની લહેરોમાં, ઊડતો પહાડોમાં,
ખુશ છે તને પામી એ પતંગ દેખાડું.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment