Thursday, 19 January 2017

ગઝલ

અેક માણસ સાવ   જૂઠો  લાગશે.
હાથ પગ છે  તોય   બૂઠો   લાગશે.

જ્યાં પલાઠી છોડવી પણ ના ગમે,
અે સ્થળેથી આજ , ઊઠો   લાગશે.

દ્રોણ જેવા દ્રોણ  પણ  આમતો ?
કામ  કેવળ જો    અંગૂઠો લાગશે.

વૃદ્ધના એ  હાથમાં જે  શોભતો ,
એજ  ડંડો  આજ  ઠૂઠો લાગશે.

પ્રેમ  જેની પર સદાએ હોય જો ?
આજ એની પર જ રુઠો લાગશે.

"વિસ્મય" શૈલેશ ચૌહાણ

No comments:

Post a Comment