Thursday, 19 January 2017

ગઝલ

એ વાદળોને પણ કહો બળ ના કરે.
મેળાપમાં બાધક થઈ જળ ના કરે.

નભ બે નયનમાં પાથરી બેઠી છું હું,
કે આભમાં છીંડું દઈ તળ ના કરે.

દુશ્મન મળે એનેય મળશું પ્રેમથી,
બસ, હાથ થામીને પછી છળ ના કરે.

જીવન સમું પુસ્તક હવે તૈયાર છે,
જોજો કફન મારું નવી સળ ના કરે.

શબ્દો ફુલો લઇ બાગને મે'કાવતી,
તે લાગણી ભમરો જ નિષ્ફળ ના કરે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment