Wednesday, 25 January 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

લાગણીઓ તો અમારામાં ય જાગી જાય છે ,
કોઈજો  નિર્દોષ હસતો બાળ જ્યાં દેખાય છે ,

યાદ આવે છે અમારાં બાળકો અમને ઘણાં ,
દેશ સામે લાગણીઓ વામણી વર્તાય છે ,

વાર આવે ને તહેવારો ય આવે છે ઘણાં ,
તોપમારાએ અમારી તો ઉજાણી થાય છે ,

સરહદોની સીમ અંદર બસ ઘરો છે એટલાં ,
ના બચાવું એય માં નું દૂધ પણ લજવાય છે ,

આંખ ફોડી નાખશું જો આંખ રાખી કોઈએ ,
સૈનિકો માં ભોમ કાજે રક્તમાં તો ન્હાય છે .

હિના શાહ " મહેંદી "

No comments:

Post a Comment