Monday, 30 January 2017

ગઝલ

જાતના પરખાય એવું લાગતું જાણે હવે,
આંખડી અટવાય એવું લાગતું જાણે હવે.

આંખને ખટકે નજારો દુ:ખ દાયી ભેદનો,
એટલું સમજાય એવું લાગતું જાણે હવે.

કોઇતો કારણ હશેકે આમ તનહા રાહમાં,
લાશ થઇ પડઘાય એવું લાગતું જાણે હવે.

રાહ ભીની વસ્ત્ર ધોળા સાવ સુના પાદરે,
ભેદ ચાડી ખાય એવું લાગતું જાણે હવે.

આંખ સામે આજ માસૂમ મંજરી દ્રિધા ફરે,
લાગણી વળખાય એવું લાગતું જાણે હવે.

               માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment