*મારી લાગણીઓ*
મારી ભીતર લાગણીઓના પૂર વહ્યા કરે છે,
ને,લોકો સંબંધો ના નામે હાથ ધોયા કરે છે.
મારી લાગણીઓને હવે હું ભણાવવા બેઠી છું કે,
થોડી પાકટ થાઓ
થોડી દુનિયાદારી શીખી જાઓ
આ દુનિયા બહું નઠારી
થોડી તેને સમજતા શીખી જાઓ
જેટલી વહ્યા કરશો
એટલી જ લોકો છડ્યા કરશે
સ્વાર્થ તેનો સીંચયા કરશે
દર્દ તમને ઝીક્યા કરશે
ઘાંવ તમારા ખણ્યા કરશે.
કહું છું....
થંભી જાઓ
સમજી જાઓ
તમારી જ તમે, ના વેરી થાઓ
લાગ જોઈને સરકી જાઓ
નહિતર, પછી કયાં!?
ઝખ્મોના મેળા બાંધશો
દુખોના દે'રા બાંધશો
મારી લાગણીઓ
હવે થોડી પાકટ થાઓ.
કાજલ કાંજિયા 'ફિઝા '
30/1/2017
No comments:
Post a Comment