Friday, 14 July 2017

ગઝલ

ભૂલોનો ઢગલો; છે માણસ ,
ઇચ્છાનો બંગલો છે માણસ.

મનથી કાળો,તનથી ગોરો,
ધોળો પણ બગલો; છે માણસ.

ખોટાને સાચો ઠેરવતો,
કાળો આ ડગલો;છે માણસ .

સંબંધોની હોળી કરતો,
ડોબો ને પગલો છે માણસ

નાટક છે આ દુનિયા પ્રભુની ,
એનો આ રંગલો છે માણસ .

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment