Monday, 30 January 2017

ગઝલ

અસ્તિત્વના મયખાનામાં રોજ બે-ચાર જામ પી જાવ છું
ને એક દિવસ માટે ફરી પાછો પુનર્જિવિત થઇ જાવ છું

આ અલમસ્ત ફકીરીની મસ્તી ને આ અલગારી એકાંત
એકાદ ક્ષણ માટે પણ તારી તરફ થોડોક સરકી જાવ છુ

આમ તો મારી હસ્તી ને હયાતી હોય છે ફક્ત નામની જ
બાકી સર્વત્ર એક અદ્રશ્ય સાકી તારો જ માહોલ હોય છે

આકાશ તરફ ઉઠવા વાળી આંગળી હોય ગમે તે કોમની
અંતરનો મોઘમ ઈશારો તો તારી જ તરફ થતો હોય છે

આ મંદિર આ મસ્જીદ આ ગિરજા ને આ ગુરુદ્વારા જુવો
મિનારો દરેક ઢાંચાનો એકજ આકાશમાં વિલીન થાય છે

જે જગ્યાએ આ ઢાંચા પુરા થાય છે સમજી લે " પરમ"
ત્યાંથી જ તારા માટે અસલી "પાગલ"પન શરુ થાય છે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment