Wednesday, 22 February 2017

ગઝલ

છલકે નયનમાં થઈ સમંદર, આંસુઓ આજે વહે,
તારી  હતી  જે  પ્રીતડી, મારી  સકળ  ગાથા કહે,

એ  રાતરાણી  સંગ  તારું, ફોરવું  હજુ  યાદ છે,
મારું શ્વસન તુજ દેહની, ફોરમ વિના શાને રહે?

જે  છેડતી  સંગીત  સરગમ, સાદ  તું  પૂરાવતી,
એ  કોકિલા  ઉદાસ જાણે, નીર કો' સરવર ચહે,

તારું  જવું  જે  મારગે, મારું  જવું  એ  મારગે,
આ  એકલાં મારું  જવું, કેમે  કરી  રાખું  લહે?

તારા થકી તો છે 'અકલ્પિત', જિંદગી પણ તું જ છે,
વિણ જિંદગી જીવંત કોઇ, આ જગતમાં ક્યાં રહે!

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment