ગાલગા ગાલગા ગાલગા ગાલગા
પ્રેમમાં ક્યાં વધારે કશું માંગતી ,
કાયમી હાથમાં હાથતો ઇચ્છતી ,
જે વિચાર્યું કહ્યું આપને એજતો ,
ક્યાં લગી લાગણીઓય પંપાળતી ,
વાત જે કૈં કરું આપની સાથમાં ,
ક્યાં બધાં સાથ ક્યારેય મમળાવતી ,
ક્યાં કહું છું તમોને મરી મીટવા ,
હું કરું એટલો પ્રેમ બસ ચાહતી ,
આગવું સ્થાન છે આપનું અંતરે ,
પામવા આપને દેવને પૂજતી .
હિના શાહ " મહેંદી "
No comments:
Post a Comment