આજતો કૈક તું બોલજે જંબુરા,
રાઝ થોડા હવે ખોલજે જંબુરા.
સાંજ તો ડૂબતા સૂર્યને લાવશે,
આંખના અશ્રુને રોકજે જંબુરા.
નૈ સમય ખૂટવાનો હવે એકલા,
તો સુરા સંગ તું ડોલજે જંબુરા.
તૂટતાં તારલા ચાંદની સાથ છે,
આવતાં સોણલાં પોંખજે જંબુરા.
મૌનની વાત તું સાંભળી જાય તો,
તું 'કજલ' ને ફરી ટોકજે જંબુરા
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment