*વાદળીનું ગીત*
પવનની લ્હેરે વાદળી વરસી,
તેને તાકીને તમન્ના તરસી...
વિજળીનાં ચમકારે ચમકવું તારું,
ભૂલી ભાન ભુજામાં ભરવું મારું,
કલ્પનાની કાવેરી દરિયાને તડપી,
તેને તાકીને તમન્ના તરસી...
ઝરમર ઝરતી વરસાદની ઝડી,
સમણામાં સેવતો સાક્ષાત પરી,
કંટાળી કેડી ક્ષિતિજને તરસી,
તેને તાકીને તમન્ના તરસી...
ભીંજાય ભોરા ને ભીંજાય ભોમ,
વટથી વરસતું ઘનઘોર વ્યોમ,
હૈયું હરખતું તડપતું હરસી,
તેને તાકીને તમન્ના તરસી...
પવનની લ્હેરે વાદળી વરસી,
તેને તાકીને તમન્ના તરસી...
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Saturday, 17 June 2017
ગીત
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment