Saturday, 18 February 2017

ગઝલ

આમ છાનું-છુપુ બેસવાનો ફાયદો તો નથી...
હોઠોને સિવીને સેહવાનો કાયદો તો નથી...

તો આમ અબોલ રહી મનમાં વસો છો શાને
મૌન ભાષા પરખવાનો એ તરાપો તો નથી...

એ રાધાનું રૂપ લઇ અલકાયદા છો આજે
કોઈ અદભુત મિલનનો સહારો તો નથી...

નયનો આપની ફરી વંચાય છે ચાંદ કાજે
નિગાહો થકી કરાતો કોઈ ઈશારો તો નથી...

વાણી આજની શરમાય છે એ જ શબ્દો સાજે
સંબંધ સફરે ઉડવાનો ઈરાદો તો નથી...

સ્નેહ સફરે યશ વંચાય છે પ્રેમ છે માટે
કલમ માંહે કંડારાતો શણગાર તો નથી...

                               -યશ ચિકાણી(પ્રાષ)

No comments:

Post a Comment