Saturday, 18 February 2017

ગઝલ

ઓ ખુદા આવો વહારે, માણસ થવા નીકળ્યો છું,
માણસ થવાના કરારે, માણસ થવા નીકળ્યો છું.

રાતના મોડા સુધી તો માણસાઈ ના હતી પણ,
હું ઉઠી વ્હેલી સવારે, માણસ થવા નીકળ્યો છું.

લાગણી, સંતોષ, પર ઉપકાર જેવું ક્યાં રહ્યું છે,
શી ખબર કોના સહારે, માણસ થવા નીકળ્યો છું.

બેંકમાં, મંદિર મહી, લારી-ગલ્લા પર ને દુકાને,
માણસાઈ ઉભી કતારે, માણસ થવા નીકળ્યો છું.

જિંદગી ભર એશ આરામમાં જીવ્યા ખુબ જ "જયલા"
ને હવે છેલ્લે મઝારે, માણસ થવા નીકળ્યો છું.

          @@@ "જયલા"

No comments:

Post a Comment