કિનારેથી હવે જાત બસ અલગારી કરી લીધી,
અમે જીવન મહાસગારની મઝધારી કરી લીધી.
રડાવે છે, હસાવે છે, છુપાવે છે, બતાવે છે,
હવે આ માણસોએ સાવ અણધારી કરી લીધી.
ફરેબો, ગમ, પિડા, યાદો, ખુશી, ચાહત, પ્રસંગો પણ,
બધું ભરવા હૃદયને આમ અલમારી કરી લીધી.
હજી હમણા જ તો સાંભળ્યો છે હૃદયને મેં ને,
હજી હમણા જ જખ્મોએ ગઝલગારી કરી લીધી.
ઇશુ છું, રામ છું, નાનક અને રહીમ પણ છું હું,
જગતના આ ધર્મોથી મેં અલગ બારી કરી લીધી.
જયેશત્વ રહે તો એ ખુદાની બસ રહેમત છે,
ખરેખર જો કહો તો આપણે ધારી કરી લીધી.
ચહેરે હાસ્ય રાખું વેદના ભીતર સદા " જયલા"
અમે આ જિંદગીને આમ બેધારી કરી લીધી.
@ જયલા
No comments:
Post a Comment