બસ હરતરફ તારો જ અહેસાસ છે
હા, તું નથી પણ તોય તુ ચોપાસ છે
હું ક્યાં મળુ છુ જો મને પણ મુજમા હવે?
દર્પણ મહી તારો જ તો આભાસ છે
તારા વિના જીવન હતું બેકાર બસ
તારા મિલનથી જિંદગી થઇ ખાસ છે
તુજ યાદની આ આાવજા સહ જીવતી
ના જાણતી આ તું ફરે કે શ્વાસ છે
ના હોય તું ત્યારે જ તો ઝંખુ તને
કેવો મિલન સંગે વિરહનો પ્રાસ છે!!
જીવમા પરોવી જીવ ગુંથુ જિંદગી
મૃત્યુ વિના છુટવા ન તો અવકાશ છે
કિરણ"રોશન"
No comments:
Post a Comment