પાંચ નાવ સાઈજીકી
૧ :
ઘૂઘવે દરિયો
ગાંડોતૂર
અને
હાલક ડોલક નાવ!
૨ :
જીર્ણ શીર્ણ, ખાલી,
નાવ કાણી:
જુઓ
દરિયો ક્યાં લઈ જાય?
૩ :
નાવ ને નાવિક
દરિયામાં
ખાય
ધોબીપછાડ:ઉછળે!
૪ :
ફાટલું પ્હેરણ
કાણી નાવ
અને
ધોધમાર વરસાદ!
૫ :
નાવડી નિર્જીવ
સ્ત્રી જો થાય?
પગ
ધોવાદોને રઘુરાય!
- હરિહર શુક્લ
૧૯-૦૬- ૨૦૧૭
No comments:
Post a Comment