Monday, 19 June 2017

અછાંદસ

#અછાન્દસ#

        #એક સફર આવું પણ#

ધકા-મૂકી કરતા બસમાં ચડાય
મારી મારી કરતા સીટો રોકાય
જગ્યા ન મળતા કચ કચ થાય
નાની-મોટી બોલાચાલી પણ થાય
જોઈ આ બધું ,
કંડક્ટર નો મગજ ગરમ થાય
પછી માંડ માંડ બધા શાંત થાય
જગ્યા મળે તો લાગે જાણે જંગ
જીતી જાય
ન મળે તો ઉભા-ઉભા ગોથા ખાય
થોડી હાસ્યની થોડી ભણતરની
થોડી જીવનની થોડી ભવિસ્યની
થોડી પ્રગતિની થોડી નિષ્ફળતાની
થોડી દુઃખની તો થોડી પ્રેમની
બસમાં વાતું થાય
કાનમાં ભૂંગરા ભરાવી ઝોલા ખાય
ઘણાને ઊંઘ પણ આવી જાય
બાજુવાળાના ખભા પર સુઈ જાય
મનના વિચાર સપનામાં જોવાય
રોદો આવે ને આંખ ઉઘડે
સ્વ્પ્ન તૂટી જાય
આમ ને આમ માહોલ ઠંડો ગરમ થાય
ને ઊંઘમાં મંત્રમુગ્ધ "મુસાફિર" મંઝિલ ચુકી જાય ....

આશિષ અઘેરાં "મુસાફિર"

No comments:

Post a Comment