Achandas
ધાર આવે લખતાં લખતાં શબ્દોમાં
લખું છું એટલે જ,
શું છંદ,શું રદીફ ને શું કાફિયા
અજાણ હતો હું
આ અલંકાર,છંદ અને આ વ્યાકરણની દુનિયાથી,
વ્યક્ત કરું છું હું તો ફક્ત શબ્દોની લાગણીઓને,
વાંચી થોડી રચનાઓ
જોયું કે મળવો જોય પ્રાસ
બોલતી વખતે મળવો જોય સૂર,
કરું છું પ્રયત્ન પ્રાસ મેળવવા
કરે છે મજાક કોઈક કે
પડ્યો લાગે છે પ્રેમમાં
કરે છે બહુ લખ લખ
સંઘર્યા કરું છું રચના મારી હું,
આવી હાથ પકડે જો કોઈ ફરીસ્તા
ચાલુ સાથે એમની પકડી હાથ એનો
વધવું છે આગળ મારે
શબ્દોની આ દુનિયામાં
દુનિયાનું તો કામ જ છે
કઈ નું કઈ કહેવાનું
આ 'કઈ ના કઈ'માંથી
શીખીશ હું કંઈક નવું
વાહ વાહીની ક્યાં કોઈ પરવાહ છે
મુખેથી જે બોલી ના શકું
માટે જ કરું છું બોલતા મારા શબ્દો ને
Ashish Aghera "musafir"
No comments:
Post a Comment