ખડકી ગઈછે ધુળના ઢગલા નહીં જડે,
ગોતી રહેલાં રાહમાં પગલા નહીં જડે.
પ્રસરી ગયેલી ચૌતરફ ધુમસ તણી ઘટા,
આંખે વસેલા કાળના સપના નહીં જડે.
નજરો ભરેલી ધુળની ડમરી ફરી રહી,
પગના નિશાનો ખોજતા રસ્તા નહીં જડે.
ખોટા ખરાને પામવા ચાહો તમે છતાં,
ખોટા ખરાના ભેદના નકશા નહીં જડે.
જાગી ઉઠેલી કામના ભાવી જગત તણી,
આશા જગેલી ચેતના જડતા નહીં જડે.
મનની વફાના ભાવને લગતી તરંગના,
આસા ભરેલી ચાહના શમણા નહીં જડે.
ગુંચે દબેલા ખારની ધારો ડસી રહી,
માસૂમ ઠરેલા રક્તના ટપકા નહીં જડે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment