Saturday, 18 February 2017

ગઝલ

મનભરીને જોયા છે ઝરૂખે
છે ના હવે એતો ઝરૂખે.
આપી સ્મિત મુખડે
મૂકી ગયા એતો ટુકડે.
લાગણી હજી જકડે
કાયમ મન એ ગલીની વાટ પકડે.
સુમસામ ક્ષણો ભટકે
સમયખંડ આખો એજ ઝરૂખે હજી અટકે.
લહેરાવી હતી જુલ્ફો એક ઝટકે
જાગી પાડીતી જિંદગી જરા હટકે .
ખાલી ઝરૂખો આજે દુખે પટકે
બની કણું આંખે હવે ખટકે.
છે હજી "નીલ" આંખોની પલકે
પ્રિયા..પ્રિયતમા ....કશું ના એ
છતાં મન બસ એના નામે ભટકે.
      રચના: નિલેશ બગથરીયા
                 "નીલ"

No comments:

Post a Comment