જો ..
તારી સુંવાળી બાહો માં
મારી બાહો પરોવી ને ..
તારી હુંફાળી કાયા માં,
ખુદ ને તને સોંપી ને..
તારા નમણા ઉભારો ને,
સામી છાતી એ ઝીલી ને..
તને કસોકસ ચાંપી ને..
આંખો ને બંધ કરી ને ..
બેય કાયા વચ્ચેથી હવા ને,
પણ પસાર ન થવા દૈ ને..
એકબીજા ને વળગી પડી ને
પકડ ને ઢીલી પાડ્યા વગર,
એકબીજા માં ગુંથાઇ જઇ ને..
ઓતપ્રોત અને લથપત થૈ ને,
આંગળીઓ બાલોમાં પરોવી ને
હથેળીને પીઠમાં હળવે ફેરવતા,
આંખો ની કોર નું ભીનુ થૈ જવુ..
ધબકારા નું જોર થી ધડકવુ..
વાતાવરણનું સે'જ ગરમ થૈ જવુ..
શ્વાસ નું સંગીત મધુર થૈ જવુ..
આવેગો નું તાંડવ થઇ જવુ..
એકબીજા માં મંત્રમુગ્ધ થઇ ને..
બથ માં બ્રહમાંડ સમાવી ને..
ગરમ આહો ની આપલે કરી ને..
એકબીજા માં શેકાય જઇ ને..
બેય ધગધગતા શરીર વચ્ચે ..
જ્યારે પરસેવાનું બિંદુ આકાર લે,
તો એ ક્યાં શરીર માંથી ઉદ્ભવ્યુ
અને ક્યાં સરનામે જઇ સુકાયુ?
એવી રહસ્યમય અને રોમેન્ટીક
એવી આ હુંફાળી નરમ ઘટના ને,
જો "ભેટવુ"જ કહેવાય તો પછી..
ખરેખર "ઓગળવુ" કોને કહેવાય?
Thursday, 16 February 2017
અછાંદસ
Labels:
દેવાંગ નાયક
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment