Thursday, 16 February 2017

ગઝલ

પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે,
ધરીને રૂપ મંઝિલના ઉતારા પણ દગો દેશે.

મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહિ આવું,
અમારાને અનુભવ છે તમારા પણ દગો દેશે.

હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજધારે,
અગર જો હોત ખબર મુજને કિનારા પણ દગો દેશે.

ઠરી જાશે હમણાં જ એમ માનીને મેં ન ઠાર્યા,
પણ ખબર નહોતી આ નજીવા તિખારા પણ દગો દેશે.

હું જાણવા છતાં લૂંટાવા જાઉં છું રોજરોજ,
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.

-નાઝીર દેખૈયા

No comments:

Post a Comment