કર્મની કલમથી હસ્તરેખાઓ આરખી લે
સિક્કો તકદીરનો ઉછળવાની રાહ ન જો
જે ક્ષણે તું મંડી જ પડ એજ છે બ્રહ્મ મુહૂર્ત
રોજ રોજ તું સૂરજને ઉગવાની રાહ ન જો
હવે સ્મિત આપો એક અરીસા સામે જઈ
જે ગયા છે એના આગમનની રાહ ન જો
વસ્ત્રો સંસ્કારના પણ ઉતરી ગયા સહજ
હવે આનાથી સુંદર નગ્નતાની રાહ ન જો
કિસ્સો કણસતો બનીને ચર્ચાયો ચોરે ચૌટે
પ્રેમમાં હવે તું નવા તમાશાની રાહ ન જો
આ ગાલ ઉપર એક ખારો પ્રદેશ ચીતરાયો
હવે બીજા મનનાં મરુસ્થલની રાહ ન જો
આ નશીલી નિશા ને એનો અચાનક સામનો
આથી વધારે મસ્ત મૈખાનાની રાહ ન જો
દૌર હકીકતોનો સમેટાશે એક અજ્ઞાતમાં
પછી કોઈ પણ નવા સપનાની રાહ ન જો
"પરમ" દેવમય ઉગી નીકળી એક દિવ્યતા
પ્રેમમાં બીજા "પાગલ" પન ની રાહ ન જો
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment