તરહી
કવિ શ્રી 'સાકિન' કેશવાણી સાહેબ.
ન આપો ચંદ્ર મારા હાથમા, પણ ચાંદની આપો.
છંદ=લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.
========================
ન આપો ચંદ્ર મારા હાથમા પણ ચાંદની આપો,
જરા લાલી તમારા આ ગુલાબી ગાલની આપો.
સજાવ્યા છે નવોઢાએ,સુખદ સ્વપ્નો સુહાગી હા..
ચુમી લઉ જિંદગી, બાહેંધરી હર રાતની આપો.
સખા છે તો સખાવત પણ હશે મસ્તી ભરી મિત્રો!
ઝુમેલા આ ચમનને પણ,મજાતો યારની આપો.
ભરોસે તો જગતનાં સૌ જહાજો આ તરે દોસ્તો,
કદી, ના ક્ષણ સફરમાં કોઈને આઘાતની આપો.
નથી થાતું સહન કોઈ તો 'ફિઝા'ની આ વ્યથા સમજો,
ખબરતો કોઈ જઇ મારા હૃદયનાં હાલની આપો.
કાજલ કાંજિયા 'ફિઝા'
21/8/2016.
No comments:
Post a Comment