Wednesday, 22 February 2017

ગઝલ

પાપડ, નમકીન, મુરબ્બો કે સંભાર નથી.
ખાય રસોડું આખું પણ ઓડકાર નથી.

સમજી જા તો સારૂં છે ભૈ સમજી જા
સમજ વગર તો તારો કૈ ઉધ્ધાર નથી.

ગમ હશે તો તેનો કોઇ ઇલાજ નીકળશે
અહમ હશે તો તેનો કોઇ ઉપચાર નથી.
       --- ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment