Wednesday, 1 February 2017

૨ ગઝલ

[2/1, 10:01 AM] Masum: चढती हुइ सावन की घटा देखीये साहब,
बदले हुइ मोसम की हवा देखीये साहब।

दिलमें  मचल  जाती  है जब रंगीन उमंगें
इन्सान से  होती है खता  देखीये साहब।

बढ जाती है जब दिलकी लगी काबु नही रहेता
इस बागी अगन से कोन बचा देखीये साहब

मिलते  है निगाहों से जब खुशरंग इशारे
हो जाती है हर दिलसे खता देखीये साहब।

मासूम कसक मनकी दबाइ नहीं दबती
गीर आती है जब सरपे बला देखीये साहब।

                  मासूम मोडासवी।

નજર સુની પડે ત્યારે ખબર છે કોણ લેનારું
કદમ અટકી પડે ત્યારે ખબર છે કોણ લેનારું

જવાની ની તરંગોના પ્રહારોથી બચી જાણો
તરંગો વિસ્તરે ત્યારે ખબર છે કોણ લેનારું.

જનમ ના હેત હીતેશ્રી બધા બદલી જતાં જોયા,
જગત સામે પડે ત્યારે ખબર છે કોણ લેનારું.

સહારો સાથ પામીને ઉમંગો સાચવી જાણી,
અજંપાઓ ડસે ત્યારે ખબર છે કોણ લેનારું.

ડગર સુની.નજર સામે અકેલા પણ સફરતનહા,
સફર અટકી પડે ત્યારે ખબર છે કોણ લેનારું.

કદમ બે સાથ ચાલીને અરે અટકી ગયા માસૂમ,
અજાણી રાહ છે ત્યારે ખબર છે કોણ લેનારું.

               માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment