Thursday, 23 February 2017

અછાંદસ

ડૂબી નાવ એક કિનારે
એમાં દરિયો હોય ના દોષી .
વેરવિખેર જીવતરે
માત્ર સમય હોય ના દોષી .
સમયે અર્જુન હારે
એમાં કૃષ્ણ હોય ના દોષી .
સફેદીમાં ગર દાગ મળે
આભે ઊગેલ ચાંદ હોય ના દોષી .
મનમાં રામ રાવણ બંને મળે
જીવતરે માણસ હોય ના દોષી .
દર્દો સઘળા મયખાને વળે
પીવાતા જામ હોય ના દોષી .
બની શકે એક સાંધે તેર તૂટે
એમાં "નીલ" ગણાતું ગણિત હોય ના દોષી .
     રચના : નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment