*|| બંદુકનું સપાખરુ ||*
નાક કાપી સૌ નરના, ધ્રુજાવી દઈ ધર
રંગ છે રિવોલ્વર, ધાર વિનાની ધારિયા
(સપાખરુ)
હાડ સોંસરા ઘા આરપારા હથિયારા હણનારા
વિંધે એકે ઘાએ થાએ વેઢે પારાવાર
જોધા બધા તલવારા તજી તોય હાથ જાલી
મધ અરું નવ જુગે મચી મારમાર
બેનાળી દ્વિતક વાળી કોપ કરનારી બાળી
કદે લંબનાળી કદી ચૂકે નહીં કાળ
તમંચી તોખારી ભારી નાની કદવાળી તોય
જામગારી મારનારી જોટા રુ જંજાળ
ખેચતા પીઠકું ઘોડી વિંધતા સઘળી ખાલ
હાડકા ભાંગતા સીધી કારતૂસ હાણ
કડાકા ભડાકા કરા ખાખ દારૂગોળા કાળા
ગોળીયું નીહરે જેડો નીહરો સો ભાણ
વેદકાળે વપરાતી ઉદભવી ચીન મહીં
અરિ મારી મારી વડો રચ્યો ઈતિહાસ
બારવટા પાર પાડી તજાવ્યા કામઠા બાણ
તોપખાના ધરા પરે મચાવતા ત્રાસ
નવજુગે આવી નવી મારનારી ફરી ફરી
થંભતી મેલતા ઘોડી દાબતા રુ ઠોક
યંત્ર આધુનિક વતી રિપુઓ હાણવા યતિ
રણ મહીં મારવામાં રોકાતી ન રોક
ભડ બધા ધર તણા બંદુક દીઠતા ભાગા
જરી અહીં ચાલે નહી ભુજા તણા જોર
લબાડ લંકેશ થીયા વિના ઢીકા લાત પાટા
મોટા પાણીયાળા બધા બની રીયા મોર
દેશ તણી સરહદે અંગરખનાર હથે
ચડાવી અમથા ખભે રાખે ચોકીદાર
પોલિસ ડફેર અરું વીરલા લફંગ પાસે
ધાક પાડી લોક મહીં બિન કોઈ ધાર
સિગ સાર સ્મિથ વેસન કોલ્ટ ડેફેન્સ સાથ આર્મરી સ્પ્રિંગફિલ્ડ બેરેટ ફાયરઆર્મ,
સ્ટ્રમ રગર હેરસ્ટલ હેકલર કોચ સંગ
રંગ રાખી રણભોમે રમાડી દ્યે રામ
- *કવિ ધાર્મિકભા ગઢવી*
9712422105
No comments:
Post a Comment