Thursday, 16 February 2017

ગઝલ

.
ના મળેલું પામવાની ઝંખના ,
ને મળેલું છોડવાની ઝંખના .

કસ્તૂરી અંદર હ્રદયની હોય છે,
બ્હાર તેને શોધવાંની ઝંખના.

હું ભલે પ્હોચી શકું નહિ ટોચ પર,
હોય તેને પાડવાની ઝંખના.

તોડવામાં હોય રાજી માણસો,
ક્યાં મળે છે જોડવાની ઝંખના ?

કેટલું અનુકરણ કરશો આંધળું ?
છે બધાંને દોડવાની ઝંખના.

               રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment