ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો આ માણસ તો સોય છે
તૂટે જો શ્વાસ કદી સંધાતા હોય નહીં તો ય એમાં જીવને પરોવે
જીતવાની જીદમાં એ ગૂંથે છે જિંદગી ને ગાંઠ પડી જાય તો એ રોવે
ભીતરમાં જોયું તો સમજાયું માણસની અંદર કોઈ માણસ બીજોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો આ માણસ તો સોય છે
તોડીને પાંપણના બંધ એ તો ધસમસતા આવે છે આંખોની બહાર
સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ માણસ પોતે છે અણીદાર
પત્થરના ચહેરા પર લીલીછમ કુંપળને ઊગવાની આશાઓ તોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો આ માણસ તો સોય છે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો આ માણસ તો સોય છે
– તેજસ દવે
No comments:
Post a Comment