બેમોત મરે એવા અરમાન કરી બેઠા.
દાટી મડદા હૈયૈ સમશાન કરી બેઠા.
રોગ પ્રણયનો લઈ એ આવ્યા પાસે મારી
ઉપચાર નહોતો તોય નિદાન કરી બેઠા.
ઝગડો વર્ષો જુનો છે આ ઈચ્છાઓનો
મન મારીને આજ સમાધાન કરી બેઠા.
આવ્યા મારા હિસ્સે સંબંધો સાચવવા
માટે કડવા ઘુંટના વિષપાન કરી બેઠા.
આતૂર હતા દર્દો રમવા *સર્જક* સાથે
હૈયામાં જ પહોળું મેદાન કરી બેઠા.
*-ગૌતમ પરમાર "સર્જક"*
*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*
No comments:
Post a Comment