કાવ્ય :--- કિરદાર
કિરદાર તો ખૂબ સુંદર મળેલ છે,
ભજવી શકુ, કયાં એવું રંગમંચ મલે છે.
અર્થ નો અનર્થ ટોળે વળી કરે છે,
ટોળા આગળ તિતૂળી વગાડવા કહે છે .
મને મારા બુલંદ હૉસલાઓ નડે છે,
પાંખો કાપી પછી ઉડવાનું કહે છે.
પીગળતો રહે તુ હિમાલય ને કહે છે,
ખારા સમૂંદરમાં ભળવા કહે છે.
દોશ કોઈનો નથી હસ્તરેખાઓ નડે છે,
પડયું પાનું નિભાવવા હવે કહે છે.
દિલીપ ઠકકર
.
No comments:
Post a Comment