Thursday, 30 March 2017

ગઝલ

દિલના દર્દનું બીજ જો મરે
તો જ પ્રાણથી પ્રણય પાંગરે

જજ્બાતોની શુષ્ક જમીનમાં
આંખ પિયત આંસુના પાથરે

રૂહ મીરાંની આજ નર્તન કરે
જો દેવ એના દિલમાં સંઘરે

વાત મીરાંના દર્દની પડઘાય
ગઢને એક એક કાંગરે કાંગરે

આ હેડકીઓને ફૂટી વાચા
મને આજ આ કોણ સાંભરે

કોણ આ ચીતરી ગયું ઓઝલ
એક દર્દ ભર્યું સ્મિત આખરે

તો આળોટવાનુંય મન થાય
એ જો પ્રેમ પાથરણાં પાથરે

હવે પરાકાષ્ઠા થઈ "પરમ"તો
થયો હું "પાગલ"પનના આશરે

-ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment