Thursday, 30 March 2017

સાંજી ગઝલ

તા.28/3/17   ની તરહી રચનાના ચુનંદા શેરોની સાંઝી ગઝલ.
---------------------
रोज सांजे  पंखीओना  मोरचा मंडाय  छे
  वृक्षनी मालिकी बाबत मागणीओ थाय छे
              - उदयन ठक्कर

જેમ સૂરજ આ ક્ષિતિજ પર રોજ ઢળતો જાય છે.
એમ રોજે આ ક્ષિતિજ પર આભ ગોરંભાય છે.
             - દેવેન્દ્ર ધમલ

સાંભળી મીઠો ટહૂકો  ઝૂલતી  જે  તાનમાં ,
એક નમણી   પાંખડીના ગાલ રાતા  થાય છે .
                       -દાજી

થાય છે ચર્ચા ઘણી કે કોણ કોનું ઝાડ પર,
લાગણીના નામ પર જો માગણીઓ થાય છે.
                       -હાર્દ

કાક બોલે કોકિલાના કંઠમાં કામણ નથી,
રોજ કા કા સાંભળીને  એ મધુરું ગાય છે.
                     -'કાન્ત'

ફૂલ, ફળને છાંયડો તો આમ પણ મારો થયો,
એમ બોલી ને ઘણાએ વાયદાઓ થાય છે.
                            - હાર્દ

ગીત,હાલરડું અને જો વારતા સાથે મળે,
એક સંવેદન સભર માણસ પછી એ થાય છે.
                           -અયુ

કાબરે માગીને લીધી ડાળ આખી ઝાડ પર,
છે પ્રથમ મારો જ દાવો એજ દાવો થાય છે.
              -  હાર્દ

સાંજનાં રંગો લઇને ચીત્ર તારું ચીતરી,
ને પછી શમણું સજાવી મન કસુંબલ થાય છે.
                   - અયુ

ચોતરફ આ માગણીઓ જોઈ બોલ્યું ઝાડ પણ,
પક્ષીઓની જાતમાં પણ ભાગલાઓ થાય છે?
                        -હાર્દ

ના કરો અફસોસ કાળા ,રાતના આ રંગ પર,
રોજ સૌની આંખનુ અંજન બની અંજાય છે.
             - દેવેન્દ્ર ધમલ

હા સમજવી ના સમજવી ક્યાં મને સમજાય છે
આંખનાં આ ઝુકવાને પ્રેમ પણ કહેવાય છે.
અયુ

જિંદગી  આખી રહે માણસ ભલેને સાથમાં,
કયાં  કદી એ લાગણી નાં રંગથી રંગાય છે!

બસ મુખોટાને લગાવી આજ અહીંયા સૌ ફરે,
માનવી ક્યાં માનવી જેવો હવે દેખાય છે.
                  "મિત્ર"

રોકી લઇએ આપણે પણ એક છાંયો ઝાડનો ,
જો હવે આ છાંયડો પણ ભાવથી વેચાય છે.
             - દેવેન્દ્ર ધમલ

જ્યારથી મેં સાંભળી છે પાંદડાંની વાતને
એક પંખી ત્યારથી ભીતરમાં ઉડતું જાય છે
            -ભરત આકાશ

આખો દિવસ ઝાડ સાથે હું રહું છું એટલે,
શ્વાસ પણ પેટ્રોલ માફક આવે છે ને જાય છે.
         - વિપુલ અમરાવ

પાંદડાં   હસતા રહે, સુણી  નકામી  વાતને,
વાયરો પણ આ સભામાં,નાચતો દેખાય છે. 
                   -'કાન્ત'

હોય નહિ વિશ્ર્વાસ તો અપરાધ ના કર, કેમ કે,
પ્રેમ સૂડી પર નહિ વિશ્ર્વાસ પર પરખાય છે.
  -સંદિપ પટેલ"કસક"

પ્રેમ સાગરની લહેરે લાગણીની નાવ છે;
મન દિવાદાંડીએ મારું ને હદય ભરમાય છે.
                    - સર્જક
આંસુ ,સપના,પીડા,ડુસકા,એ જગતની દેન છે.
એ અનુભવનો વિષય છે ,એમ ક્યાં દેખાય છે.
             - દેવેન્દ્ર ધમલ

આ હદય પણ જો કરે છે તાયફા કેવા અહી;
લાગણીના નામથી જ્યાં  પ્રેમ પણ શરમાય છે
સર્જક

સ્વપ્નમાં સૂરજ ઉગીને આથમે છે  જે ક્ષણે,
રાત આખી જાગવાનું એજ કારણ થાય છે.

કોઈ પણ ચીજોમાં થોડી હદ તો હોવી જોઈએ,
પ્રેમ પણ જો ક્યાં વધારે કોઈ થી સહેવાય છે.
                  "મિત્ર"

એકલો વિતાવી દઉં આ જિંદગી તુજ નામ પર,
બસ કહીદે તુજથી પણ એકલું રહેવાય છે.
                  "મિત્ર"

રાહમાં સામે મળે તો મૌન હોઠો હોય છે,
પણ,નયનમાં લાગણીની હાજરી દેખાય છે.
-સંદિપ પટેલ"કસક"

આ અષાઢી સાંજનાં એકાંત લઇને બેસતાં,
એક પંખી પાંખ વીંઝી આભમાં હરખાય છે.

ડૉ. ભાવેશ જેતપરિયા

મેં ય મૂક્યા લાડલા
એકાંત તારી સોડમાં,
આંખ જો બોલે હકીકત
મૌન ત્યાં લંબાય છે.
*** નિશિ ***

ચાહવાની પામવાની આ તે કેવી છે સજા,
આન્ગળીઓ કેટલીયે સામટી મંડાય છે!
                -નટવર ટાક.

સંકલન :- ભરત ભટ્ટ /દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment