##ભૂલી ગયા હશો.##
પા.પા .પગી ભૂલી ગયા હશો,
ભૂલો હતી ભૂલી ગયા હશો.
ગઝલો નહોતી ફાવતી જરા,
તો પણ લખી; ભૂલી ગયા હશો.
કેવા કહો છો આમ ના લખો!
આપે લખી ભૂલી ગયા હશો.
શિખરે તમે છો ,ચાહના બધી,
શા ને મળી? ભૂલી ગયા હશો.
નવકવિ હતા ક્યારેક આપ પણ,
ઠોકર બધી ભૂલી ગયા હશો.
છે નામ આજે ચો તરફ હવે,
કચરો ધરી ભૂલી ગયા હશો.
ના સ્થાન કવિમાં દંભનું છતાં,
ખતા કરી ભૂલી ગયા હશો.
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment