Monday, 27 March 2017

ગઝલ

એય મન મારું કેટલાય ઘોડા ઘડે છે
મળવા ને તને કેટલાય કારસા ઘડે છે

થાય તે સાચું હવે તો આ જિંદગીમાં
ચાહુ જ્યારે મળવા કોક ને કોક નડે છે

કેટલી કોશિષ ને કારનામા કરીએ ત્યાં
કોઈ પોતાના અણધાર્યા આવી ચડે છે

મન ઝંખે છે મન ભરી નીરખવા પ્રિયેને ,
પણ વારંવાર નીરખ્યાં વીન પાછું વડે છે.

આ તે ડર કેવો દંભીલી દુનિયા તણો
છે દિલમાં સ્થાન એનાથી દૂર રહેવું પડે છે

ચાલને છોડી જોઈ 'સતીષ' આ સંસાર ને
પછી જોઈ ભક્તિ તણા કેવા સૂર ચડે છે

                             - સતીષ સખીયા

No comments:

Post a Comment