Tuesday, 4 April 2017

ગઝલ

તરસ છીપવાનું કોઈ જ ક્યાં કારણ હતું
બહુ દૂર નહિ પણ હથેળીમાંજ રણ હતું

આશાઓ જીવતરની પૂરી કેમ કેમ થાય
ઉપચાર અર્થે જ્યાં ગયા ત્યાં મારણ હતું

હમદર્દી ને દિલાસાઓથી ક્યાં સુધી રેડવું
તોય એક આશમાં આગળનું વિચરણ હતું  

કઠણાઈનાં કામમાં તકલીફ ન થઇ કદી
સરળતાથી જીવવું જ સૌથી અસરળ હતું

વધુ વિશ્વાસે સ્થીતી જ એવી નિર્માણ થઇ
કે રક્ષા કરતી વાડમાંજ ચીભડાનું ભક્ષણ હતું

મોતી માટે મરજીવો થયો દરિયાના પેટમાં
પાછા વળીને જોયું તો કિનારે જ ઝાકળ હતું   

સત્યની એક કિરણ માટે જન્મોની તરસ ?
ને આમ જુવો તો સૂરજ જેવું આચરણ હતું

અંતે ધૂળની રજકણ થઈને વંટોળે ચડ્યો
ને અચાનક પડ્યો જ્યાં તમારું ચરણ હતું

"પરમ" કર્મનું ફળ કેટલું શુભ ને તત્ક્ષણ !
હવે ક્યાં કોઈ પંથનું "પાગલ" અનુકરણ હતું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment