શ્વાસથી આ દેહ ત્યાં ગભરાય છે.
જો કફનમાં એટલે સંતાય છે.
આમ ના સંજીવની તું સ્પર્શ દે;
મૃત દર્દો સૌ સજીવન થાય છે.
છાંટ ના અત્તર હવે આ દેહ પર;
શ્વાસ એનો ક્યાંક જો ગુંગળાય છે.
પ્રેમ ના આ આટલો છલકાવ તું;
યાર મારું મોત પણ મુંઝાય છે.
શોક તો છે બે દિવસનો ફક્ત આ;
ભીંત પર ટાંગી પછી દેવાય છે.
*-સર્જક.*
*(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)*
No comments:
Post a Comment