Thursday, 27 April 2017

અછાંદસ

ટકોરા પડ્યા અદ્દલ તેવા જ,
ને હું હચમચી ગયો.
કાચી નીંદરમાં,
કે હજુ હમણાં તો માં ને વળાવી,
સ્મશાને, ને પાછી આવી કે ..
વિચારી, દોટ મુકી,
ખોલ્યું બારણું તો બસ,
એક સુગંધી નાદ અથડાયો.
કે સુખી રહેજે દીકરા,
ને હું ફરી ભાંગી પડ્યો.

- ઉદયન

No comments:

Post a Comment