મારા પ્રશ્નો, મારા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઇશ્વર ગુજરી જાય.
ધ્યાન ન આપું એની અધ્ધર વાતો પર,
એ વાતો અધ્ધર ને અધ્ધર ગુજરી જાય.
બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.
તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.
જીવનનું વસ્તર ગૂંથાતું અટકે છે.
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.
– કિરણસિંહ ચૌહાણ
No comments:
Post a Comment