Tuesday, 11 April 2017

ગઝલ

બસ એટલે જ એની મહોબ્બત રહી નહીં,
ભોળા હ્યદયની એને તો આદત રહી નહીં.

એ પણ છે એક વાત વિતાવી મેં જિંદગી,
એ પણ કબૂલ એની યે કિંમત રહી નહીં.

તોફાન પર ચડી છે હવા આપના લીધે,
ખૂબસુરતી ફૂલોની સલામત રહી નહીં.

ખાધી છે એટલી મેં જમાનાની ઠોકરો,
નીજ ઘરમાં આવવાની યે હિંમત રહી નહીં.

એવું હતું નહીં કે વચન આપતા નહીં,
એવી હતી ધમાલ કે ફૂરસત રહી નહીં.

'પ્રત્યક્ષ' જીવવાને સમય કેટલો મળ્યો,
મૃત્યુ પળે કશીય મહેનત રહી નહીં.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment