Tuesday, 11 April 2017

અછાંદસ

અછાંદસ

જો;હું હું છું
કારણ હું.. હું.. છું...
અને તું છે તું
કારણ તું..તું..છે.
મારું અને તારું
સ્વતંત્ર અસ્તિત્વ છે.
ત્યારે તું અને હું છીએ.
હું કશોક અલગ છું
એટલે જ હું છું.
તું કશોક અલગ છે
એટલે જ તું તું છે.
તું જેવો છે તેવો તું છે
હું જેવો છું તેવો હું છું.
મારું હોવું એ તારા લીધે છે
અને તારું હોવું એ મારા લીધે છે.
માનીશ ને ?
નહિ તો.....
હું એ હું નહીં રહું
અને તું એ તું નહીં રહે !
             ***
-કૃષ્ણ'કાંત'

No comments:

Post a Comment