Monday, 29 May 2017

ગઝલ

એક તાજી રચના
-----////----------

એક ભીની ક્ષણ અને આ આપણે
ઓગળેલું જણ અને આ આપણે

શિર ઉપર ઘણ અને આ આપણે
હેઠ છે એરણ અને આ આપણે

અંત  ક્યાંથી સંભવે આરંભનો ?
એક લાંબું રણ અને આ આપણે

તું કબૂતર ગણ  ગુલાબી શ્વાસનાં
સ્હેજ થોડું ચણ અને આ આપણે

ગદ્યના  રૂઆબથી અંજાય સહુ
પદ્ય છે પાંપણ અને આ આપણે

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment