Monday, 29 May 2017

ગઝલ

સમજવા ભાગવત માધવ હવે તારે થવુ પડશે.
પુરુષોત્તમ થવા  રાઘવ હવે તારે થવું પડશે.

નયન કોરા જરા પણ કેમ એ માના નથી થાતા ?
બધું એ જાણવા પાલવ હવે તારે થવું પડશે.

કણે કણમાં અખિલ બ્રહ્માંડમાં સઘળે બિરાજે છે;
પ્રભુને પામવા માનવ હવે તારે થવું પડશે.

તને પણ શોધવા  તારી ગલીએ આવશે એ રોજ;
નશા જેવું  ઉચિત આસવ હવે તારે  થવું પડશે.

બનીને જળ રહેવું ફક્ત કાફી એ નથી 'સર્જક'
કમળના મોહમાં કાદવ હવે તારે થવું પડશે.
-સર્જક
____________________________
     *મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment